Sarangpur Hanumanji Mandir Live Darshan : Watch Now

Sarangpur Hanumanji Mandir Live Darshan : Watch Now


 

સાળંગપુર હનુમાનજી મંદિર ના લાઈવ દર્શન કરો ઘરે બેઠા | Sarangpur Hanumanji Mandir Live Darshan : Watch Now





Sarangpur Hanumanji Mandir Live Darshan | સાળંગપુર હનુમાનજી મંદિર ના લાઈવ દર્શન કરો ઘરે બેઠા : સારંગપુર હનુમાજી મંદિર વિશે ઘણી બધી વખત આપણે સોશિયલ મીડિયા દ્વારા સાંભળેલું હશે. ઘણા ભક્તો છે જે હવે આ આર્ટિકલ દ્વારા ઘરેબેઠા લાઈવ હનુમાજી ના દર્શન કરી શકશે. ગુજરાતનાં બોટાદ જિલ્લાના બરવાળા પાસે આવેલ નાનકડા સારંગપૂર ગામમાં કષ્ટભંજન હનુમાન બિરાજેલ છે. જે આજે સારંગપુર હનુમાનના નામે ખ્યાતી પામ્યું છે. અહીં આવનાર ભક્તને માત્ર દર્શનથી જ હનુમાનજી તેના જીવનના બધા જ દુખો દૂર કરી દે છે ને સાથે સાથે ક્યારેય કોઈ શત્રુપીડા કે પછી ગ્રહ પીડા નડતી નથી.આશરે આજથી 170 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયું હતું, આ મંદિરનો પાયો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી ગોપાલનંદ સ્વામીએ એ આ મંદિરનો પાયો નાખ્યો હતો.

સારંગપૂરનું આ મંદિર ભૂત પ્રેતની બધાના નિવારણ માટે ખૂબ જ પ્રખ્યાત છે, મેલી જમીનમાં પગ પડી જવો, કે પછી જો કોઈ વ્યક્તિ પર ખરાબ આત્માની નકારાત્મક અસર હોય તો આ મંદિરમાં આવીને તેને દૂર કરવામાં આવે છે, માત્ર હનુમાનજીના દર્શન માત્રથી જ એ વ્યક્તિ એ બધી નકારાત્મક અસરમાથી મૂકત થાય છે ને તેના જીવનમાં સુખી થાય છે.

Sarangpur Hanumanji Mandir Live Darshan

મંદિરનો દર્શન કરવાનો સમય : સવારે 6 થી બપોરે 2 સાંજે 4 થી રાત્રે 9
પ્રસાદનો સમય : બપોરે 1 થી ૩ વાગ્યા સુધી
પૂજા નો સમય : સવારે 8 થી 9
પ્રવેશ ફી : નિઃશુલ્ક
નજીકનું શહેર : બોટાદ
સત્તાવાર વેબસાઈટ : https://www.salangpurhanumanji.org/

કષ્ટભંજન સાળંગપુર હનુમાનજીનો મહિમા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે. તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે. મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યું. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.

સાળંગપુર હનુમાનજીની આરતીનો સમય

  • સવારે 5:15 કલાકે યોજાશે મંગળા આરતી
  • સવારે 7 કલાકે યોજાશે શણગાર આરતી
  • બપોરે 11:30 કલાકે અન્નકૂટ આરતી યોજાશે
  • સાંજે 7 કલાકે યોજાશે સંધ્યા આરતી
  • સવારે 5:15 કલાકથી સતત રાત્રે 9 વાગ્યા સુધી થઇ શકશે દાદાના દર્શન

સારંગપુર હનુમાન મંદિરનો સમય

સારંગપુર હનુમાન મંદિર સવારે 6 થી 12 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. બપોરે 12 થી 3 વાગ્યા સુધી દર્શનમાં બપોરનો વિરામ છે. મંદિર ફરીથી બપોરે 3 વાગ્યે ખુલે છે અને રાત્રે 9 વાગ્યે બંધ થાય છે. મંદિરમાં સવારે 5:30 કલાકે મંગળા આરતી કરવામાં આવે છે.

  • મંગળવાર અને શનિવાર હનુમાનજીને સમર્પિત છે, તે માનસિક બીમારી, તણાવ અને અન્ય વિકારથી પ્રભાવિત લોકો માટે વિશેષ ધાર્મિક વિધિ માટે નિયુક્ત દિવસ છે.
  • મંદિર દરરોજ બપોરે 3 થી 9 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.
  • રાજભોગ સવારે 10.30 થી 11 વાગ્યા સુધી કરવામાં આવે છે અને તેના માટે દર્શન બંધ રાખવામાં આવે છે.
  • દર મંગળવાર અને શનિવારે સવારે 7.00 કલાકે વિશેષ શૃંગાર આરતી કરવામાં આવે છે.
  • સારંગપુર હનુમાન મંદિરમાં સાંજની આરતી સૂર્યાસ્તના આધારે કરવામાં આવે છે .

સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન

આ મંદિર હાલ BAPS ની સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે આ મંદિર ખુબ જ સરસ અને સમસ્ત ભારત માં વખણાય છે અહી લોકોને બધા જ પ્રકારની સુવિધા મળી રહે છે તેમજ દર્શનાર્થીઓ દુર દુર થી અ મંદિરના દર્શને આવતા હોય છે.

સાળંગપુર હનુમાનજી મંદિરની લાઇવ આરતી મહત્વપૂર્ણ લિંક્સ

લાઈવ દર્શન : અહીં ક્લિક કરો

સારંગપુર હનુમાન મંદિર – આરતી વિગતો

સારંગપુર હનુમાન મંદિરની આસપાસ જતી વખતે ભક્તો સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરે છે.

મંગળા આરતી: “જય કપી બલવંતા” એ સારંગપુર હનુમાન મંદિરની આરતી છે. મંગળા આરતી અથવા આરતી જે સવારે 5:30 વાગ્યે થાય છે તે ભગવાનની મૂર્તિની આસપાસ વર્તુળોમાં પ્રકાશિત કપૂરનો ટુકડો લહેરાવીને કરવામાં આવે છે. દેવતાઓ દિવસના પ્રથમ દર્શન આપે છે, જે ભક્તો માટે દિવસની શુભ શરૂઆત દર્શાવે છે.

શૃંગાર આરતી: દર મંગળવાર અને ગુરુવારે સવારે 7:00 વાગ્યે કરવામાં આવતી શૃંગાર આરતી કરવામાં આવે છે. શૃંગાર એટલે શણગાર. આ આરતી દરમિયાન દેવતાઓને વસ્ત્ર અને શણગાર કરવામાં આવે છે.

રાજભોગ આરતી: રાજભોગ આરતી દરમિયાન સવારે 10:30 થી 11:00 સુધી થાય છે. મધ્યાહન ભોજનનો શાહી પ્રસાદ દેવતાઓને ચઢાવવામાં આવે છે.

સંધ્યા આરતી: આ આરતી સૂર્યાસ્તના સમયના આધારે સાંજે કરવામાં આવે છે. સંધ્યા આરતી દરમિયાન ભક્તો દેવતાના દર્શન કરવા અને તેમની પ્રાર્થના કરવા માટે એકઠા થાય છે .

શયન આરતીઃ શયન આરતી બાદ ભક્તો માટે દર્શન બંધ કરી દેવામાં આવે છે. તે દર્શાવે છે કે દેવતાઓ રાત માટે નિવૃત્ત થવાના છે.

મહત્વપૂર્ણ લિંક

Official Website : Click Here

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

સંધ્યા આરતી નો સમય શું છે?

સંધ્યા આરતી નો સમય ૭ વાગ્યાનો છે.

સાળંગપુર હનુમાનજી મંદિરની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?



સત્તાવાર વેબસાઈટ https://www.salangpurhanumanji.org/ છે

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ehub.prathmikguru.com ન્યૂઝ સાથે.


Previous Post Next Post
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો