Namo Laxmi Yojana 2024 : નમો લક્ષ્મી યોજના 2024 , રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને માટે ખાસ યોજના
Namo Laxmi Yojana 2024 : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ ફેબ્રુઆરી ના શરૂઆતમાં ગુજરાત બજેટ 2024-25 જાહેર કરવામાં આવ્યુ હતું. આ બજેટમાં ગુજરાત ની તમામ દીકરી માટેની એક નવી યોજના જાહેર કરવામાં આવી, જેનું નામ નમો લક્ષ્મી યોજના 2024. આ યોજના માટે સરકારી ટ્રસ્ટ સંચાલિત ખાનગી માધ્યમિક અને તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેવી 10 લાખ કરતાં વધારે વિદ્યાર્થી દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
Namo Laxmi Yojana 2024
યોજનાનું નામ | નમો લક્ષ્મી યોજના 2024 |
ધોરણ-9 અને 10 માટે | વાર્ષિક 10 હજાર ની સહાય |
ધોરણ-11 અને 12 માટે | વાર્ષિક 15 હજારની સહાય |
ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી | 50 હજારની સહાય |
કઈ શાળાની વિદ્યાર્થિનીઓને લાભ મળશે? | બધાને લાભ મળશે |
ઓફિશિયલ વેબસાઈટ | https://cmogujarat.gov.in/ |
નમો લક્ષ્મી યોજના 2024નો હેતુ
ગુજરાત રાજ્યની 10 લાખ વિદ્યાર્થિનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજારની સહાય આપવામાં આવશે. આમ આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 50 હજારની સહાય મળવાપાત્ર થશે.
નમો લક્ષ્મી યોજના 2024
નાણામંત્રી કનુ દેસાઈએ દીકરીઓના અભ્યાસ માટે આ બે યોજનાની જાહેરાત કરવામાં આવી જેમ ‘નમો લક્ષ્મી યોજના’ અને ‘નમો સરસ્વતી યોજના છે. આ યોજના થકી ગરીબ, મધ્યમવર્ગ અને વિદ્યાર્થિનીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
નમો લક્ષ્મી યોજના 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- સરનામાનો પુરાવો
- આવકનો દાખલો
- શાળાનું પ્રમાણપત્ર
- બેંક પાસબુક
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને Namo Laxmi Yojana 2024 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.