LIC સ્કોલરશીપ યોજના: જાણો કોણ અરજી કરી શકે? કેવી રીતે અરજી કરવી? અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? સંપૂર્ણ માહિતી.
LIC સ્કોલરશીપ યોજના: LIC Scholarship Yojna : એલ.આઇ.સી ગોલ્ડન જુબલી સ્કોલરશીપ : LIC Golden Jubilee Scholarship Scheme: સરકારી વીમા કંપની એલઆઇસી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ₹40,000 સુધીની સ્કોલરશીપ લઈને આવ્યું છે, ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ પાસે એલઆઇસી શિષ્યવૃત્તિ યોજના નો લાભ મેળવવા માટે હવે બે અઠવાડિયા કરતા ઓછો સમય બાકી છે. ગયા વર્ષની જેમ આ વખતે પણ પણ lic દ્વારા ગોલ્ડન જુબલી સ્કોલરશીપ માટે ઓનલાઇન અરજી બહાર પાડેલ છે. આ યોજનાનો હેતુ શું છે? તેનો લાભ કોણ મેળવી શકે? કેવી રીતે અરજી કરવી? અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? વગેરેની તમામ બાબતો અહીં મૂકવામાં આવેલી છે.
એલ.આઇ.સી સ્કોલરશીપ યોજના નો ઉદ્દેશ્ય.
એલ.આઇ.સી ગોલ્ડન જુબલી સ્કોલરશીપ યોજના નો ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા હોશિયાર બાળકોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેથી કરીને તેઓ ઉચ્ચ શિક્ષણ અને રોજગાર માટે વધુ સારી તકો મેળવી શકે. એલ.આઇ.સી ની આ ગોલ્ડન જુબલી સ્કોલરશીપ યોજના ભારતમાં કોઈ પણ સરકારી અથવા પ્રાઇવેટ કોલેજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા છોકરાઓ અને છોકરીઓ માટેની છે. આ માટે 10, 12 ધોરણ પછી મેડિકલ, એન્જિનિયરિંગ, સ્નાતક અથવા ડિપ્લોમા કરનાર વિદ્યાર્થીઓ એલ.આઇ.સી ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે.
એલ.આઇ.સી શિષ્યવૃત્તિ યોજનામાં ટેકનિકલ અને વ્યવસાયિક અભ્યાસક્રમોને પણ આવરી લેવામાં આવ્યા છે. તેનો અર્થ એ છે કે નેશનલ કાઉન્સિંગ ફોર વોકેશનલ ટ્રેનિંગ હેઠળ ઉદ્યોગિક તાલીમ સંસ્થા ITI ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ એલઆઇસીની આ શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા ધરાવે છે. આ ઉપરાંત ધોરણ 12 માં પછી ઈન્ટિગ્રેટેડ કોર્સમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. એલ.આઇ.સી ગોલ્ડન જુબલી સ્કોલરશીપ 2024-25 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 ડિસેમ્બર 2024 છે.
એલ.આઇ.સી સ્કોલરશીપ યોજના ના પ્રકાર.
એલઆઇસી સ્કોલરશીપ યોજનાના બે પ્રકાર છે (1) જનરલ સ્કોલરશીપ યોજના: જે તમામ વિદ્યાર્થીઓ માટે છે જ્યારે (2) સ્પેશલ સ્કોલરશીપ યોજના : જે માત્ર છોકરીઓ માટે છે.
Lic સ્કોલરશીપ માટે કોણ અરજી કરી શકે?
જે વિદ્યાર્થીઓ નીચે દર્શાવેલ શરતો અને પૂર્ણ કરે છે તેઓ એલઆઇસી ગોલ્ડન જુબલી સ્કોલરશીપ યોજના માટે અરજી કરવા માટે પાત્ર છે.
જનરલ સ્કોલરશીપ યોજના: ધોરણ 12 પછી.
ધોરણ 12 પછી જનરલ સ્કોલરશીપ યોજના માટે એવા ઉમેદવારો લાયક છે જેમણે શૈક્ષણિક સત્ર 2022 થી 2024 વચ્ચે ૬૦ ટકા કે તેથી વધુ ગુણ સાથે ધોરણ 12 અથવા સમકક્ષ ( ડિપ્લોમા અથવા આઈટીઆઈ ) પાસ કર્યું છે. અને વર્તમાન શૈક્ષણિક સત્ર 2024- 25 માં એમબીબીએસ, બી ડી એસ, બી ટેક, અથવા કોઈપણ વિષયમાંથી સ્નાતક જેવા મેડિકલ એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે પ્રથમ વર્ષમાં એડમિશન મેળવેલ છે તેવા વિદ્યાર્થીઓ આ યોજનામાં અરજી કરી શકે છે.
આ ઉપરાંત સરકારી આઈ.ટી.આઈ કોલેજમાંથી કોઈપણ કોલેજ અથવા ડિપ્લોમા પ્રોગ્રામના ફસ્ટ યર ઇન્ટીગ્રેટેડ કોર્સમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ પણ lic ની ગોલ્ડન જુબલી સ્કોલરશીપ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ઉપરોક્ત શરતો સાથે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તમારા માતા-પિતા અથવા વાલીની વાર્ષિક આવક રૂપિયા 2.50 લાખથી વધુ ન હોવી જોઈએ.
જનરલ સ્કોલરશીપ યોજના : ધોરણ 10 પછી.
ધોરણ 10 પાસ કર્યા બાદ પણ તમે જનરલ સ્કોલરશીપ માટે અરજી કરી શકો છો. જોકે એલઆઇસીની શિષ્યવૃત્તિ યોજના મેળવવા માટે તે બાળકો લાયક છે જેમણે શૈક્ષણિક સત્ર 2022 થી 2024 વચ્ચે ૬૦ ટકા કે તેથી વધુ ગુણ સાથે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી હોય અને વર્તમાન શૈક્ષણિક સત્ર 2024-25 માં સરકારી કોલેજો અથવા સંસ્થાઓ અથવા આઈ.ટી.આઈ કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે. અથવા પ્રથમ વર્ષમાં એડમિશન મેળવેલ છે. આ ઉપરાંત વાલીની વાર્ષિક આવક 2.50 લાખ રૂપિયાથી વધુ હોવી ન જોઈએ.
સ્પેશિયલ શિષ્યવૃત્તિ યોજના : માત્ર છોકરીઓ માટે
એલ.આઇ.સી ની સ્પેશિયલ શિષ્યવૃતિ યોજના માત્ર છોકરીઓ માટેની છે. વર્ષ 2022 થી 2024 ની વચ્ચે જે દીકરીઓએ 60 ટકા કે તેથી વધુ માર્કસની સાથે ધોરણ 10 અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોય અને આગળના અભ્યાસક્રમો માટે વર્તમાન શૈક્ષણિક સત્ર 2024- 25 માં એ પણ સરકારી સંસ્થા અથવા આઇટીઆઇ માં બે વર્ષ માટે ના પ્રોગ્રામ માં પ્રવેશ મેળવી શકે છે, અથવા ડિપ્લોમા અથવા વ્યવસાયિક કોર્સના પ્રથમ વર્ષમાં એડમિશન મેળવેલ હોય તે તમામ વિદ્યાર્થીનીઓ આ શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે. વધુમાં અરજી કરવા માટે આ વિદ્યાર્થીનીઓની વાલીની વાર્ષિક આવક રૂપિયા અઢી લાખથી વધુ હોવી જોઈએ નહીં.
ધ્યાનમાં રાખો કે કેટલાક કિસ્સાઓમાં અરજદારોની વાર્ષિક કમાણી ની ઉપરની મર્યાદામાં છૂટછાટ પણ મળી શકે છે જેમાં ફક્ત તે છોકરાઓ અને છોકરીઓ માટે છે જેવો એવા પરિવારમાંથી આવે છે કે જ્યાં કુટુંબ ચલાવવાની જવાબદારી સ્ત્રી ની હોય એટલે કે વિધવા સિંગલ અપરણિત અને આ સ્ત્રીઓ પરિવારમાં એકમાત્ર કમાણી કરનાર મહિલા હોય તો તેમની વાર્ષિક આવક મર્યાદા 4 લાખ રૂપિયા સુધીની રહેશે.
જનરલ સ્કોલરશીપ યોજના હેઠળ કેટલી શિષ્યવૃત્તિ મળશે?
એલ.આઇ.સી ની જનરલ સ્કોલરશીપ યોજના માટે પસંદગી પામેલ વિદ્યાર્થી કોને તબીબી ક્ષેત્ર એમબીબીએસ બી એમ એસ બી એસ એમ એસ માં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વાર્ષિક ₹40,000 ની શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે. આ રકમ કોર્સ દરમિયાન વર્ષમાં બે વખત 20 – 20 હજાર રૂપિયા ના હપ્તામાં વિદ્યાર્થીના ખાતામાં જમા થશે.
તેવી જ રીતે એન્જિનિયરિંગ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બીઈબી ટેક બીએઆરસીએચ જો આ સામાન્ય શિષ્યવૃત્તિ માટે પસંદગી પામશે તો સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન દર વર્ષે રૂપિયા 30,000 મળવા પાત્ર થશે, આ રકમ કોર્સ દરમિયાન વર્ષમાં બે વખત 15 -15 હજાર રૂપિયાના હપ્તામાં વિદ્યાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે.
આ ઉપરાંત કોઈપણ વિષયમાં સ્નાતક અથવા પાંચ વર્ષના સંકલિત અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ જો આ સામાન્ય શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત પસંદગી પામશે તો તેમને સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન દર વર્ષે 20,000 રૂપિયા મળશે એટલે કે આ કોર્સ દરમિયાન વર્ષમાં બે વખત દસ દસ હજાર રૂપિયાના હપ્તામાં વિદ્યાર્થીના ખાતામાં રકમ જમા કરવામાં આવશે.
સ્પેશિયલ કોલરશીપ યોજના હેઠળ કેટલી શિષ્યવૃત્તિ મળશે?
સ્પેશિયલ સ્કોલરશીપ યોજના માત્ર દીકરીઓ માટેની યોજના છે આ યોજના અંતર્ગત પસંદગી પામેલ વિદ્યાર્થીનીઓને વાર્ષિક ₹15,000 ની આર્થિક સહાય મળશે. જો તેઓ ધોરણ 12 માં વ્યવસાયિક અથવા ડિપ્લોમા ના કોર્સમાં અભ્યાસ કરતી વખતે બે વર્ષ માટે આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. આ રકમ વર્ષમાં બે વખત સાડા સાત હજાર સાડા સાત હજાર રૂપિયાના હપ્તામાં વિદ્યાર્થીનીઓના ખાતામાં જમા કરવામાં આવશે.
એલ.આઇ.સી શિષ્યવૃત્તિ યોજના માટેઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
એલ.આઇ.સી ગોલ્ડન જુબલી સ્કોલરશીપ માટે રજીસ્ટ્રેશન ચાલુ છે. ધોરણ 10 અને 12 પછી કોઈપણ સરકારી અથવા ખાનગી કોલેજમાં મેડિકલ, એન્જિનિયરિંગ, સ્નાતક, સંકલિત અભ્યાસક્રમો, ડિપ્લોમા વગેરે અભ્યાસક્રમો માટે આગળનો ઉચ્ચ અભ્યાસક્રમ શરૂ રાખવા માટે ગરીબ વિદ્યાર્થીઓ આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરી શકે છે જે માટે તેઓએ નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે.
- આ માટે સૌપ્રથમ એલઆઇસીની ઓફિસિયલ વેબસાઈટ https://licindia.in પર જવું.
- જેમાં lic ગોલ્ડન જુબલી સ્કોલરશીપ યોજના માટે ક્લિક કરો.
- અરજી ફોર્મ ખુલશે જેમાં તમામ માહિતી ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ભરાઈ ગયા બાદ ફોર્મ અને સબમિટ કરો.
અગત્યની તારીખ
એલ.આઇ.સી ગોલ્ડન જુબલી સ્કોલરશીપ યોજના માટે હાલ ઓનલાઈન અરજીઓ શરૂ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 22 ડિસેમ્બર 2024 છે.
LIC Golden Jubilee Scholarship 2024: Important Links
For Home Page | Click Here |
Apply Online | Click Here |
Official Notification | Click Here |
Official Website | Click Here |