ધોરણ 3 થી 8 દ્વિતીય સત્ર ત્રિમાસિક કસોટી 2026: તારીખ, અભ્યાસક્રમ અને પેપર સ્ટાઈલની સંપૂર્ણ માહિતી.
પ્રસ્તાવના:
રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રની ત્રિમાસિક કસોટીનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે. GCERT અને પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા આ અંગેનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
પરીક્ષાનો સમયગાળો:
આ ત્રિમાસિક કસોટી તારીખ 02 ફેબ્રુઆરી 2026 થી 14 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજવામાં આવશે. દરેક વિષયની એક કસોટી આ સમયગાળા દરમિયાન લેવાની રહેશે.
અભ્યાસક્રમ (Syllabus):
આ કસોટી માટે GCERT ના માસવાર આયોજન મુજબ 15 જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે.
પેપર સ્ટાઈલ અને ગુણભાર:
- દરેક વિષયની કસોટી 40 ગુણની રહેશે.
- પ્રશ્નપત્રમાં લર્નિંગ આઉટકમ્સ (Learning Outcomes) આધારિત પ્રશ્નો પૂછવાના રહેશે.
- હેતુલક્ષી, અતિ ટૂંકજવાબી, ટૂંકજવાબી અને નિબંધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવો.
- મહત્વનું: આ કસોટીમાં 30% પ્રશ્નો ‘પરખ’ (PARAKH) રાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબના MCQ પ્રકારના પૂછવાના રહેશે.
પ્રશ્નબેંક (Question Bank):
શિક્ષકોને માર્ગદર્શન મળી રહે તે માટે GCERT દ્વારા પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવશે. આ પ્રશ્નબેંક 30/01/2026 સુધીમાં ઓનલાઇન અટેન્ડન્સ પોર્ટલ અને ઈ-મેઈલ દ્વારા શાળાઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
શિક્ષકો માટે ખાસ સૂચના:
- શિક્ષકે પ્રશ્નબેંકમાંથી પ્રશ્નો પસંદ કરીને અથવા તેવા અન્ય પ્રશ્નો જાતે બનાવીને પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષાનુસાર પેપર જાતે તૈયાર કરવાનું રહેશે.
- આ કસોટીના ગુણ રચનાત્મક મૂલ્યાંકન (પત્રક-A) માં ગણવાના રહેશે.
- કસોટી સમગ્ર શિક્ષાની નોટબુકમાં લેવાની રહેશે.
વધુ માહિતી અને પરિપત્ર ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
Click here to download Paripatra