Police Bharti 2025
ગુજરાત પોલીસ ભરતી 2025-26: લોકરક્ષકની 12,733 અને PSIની 818 જગ્યાઓ જાહેર

ગુજરાત પોલીસ ભરતી 2025-26: PSIની 818 અને લોકરક્ષકની 12,733 જગ્યાઓ જાહેરગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા વર્ષ 2025-26 માટે PSI Cadre અને Lokrakshak Cadreમાં કુલ 13,591 જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. PSI કેડરમાં 818 જગ્યાઓ અને લોકરક્ષક કેડરમાં 12,733 જગ્યાઓ સામેલ છે. રાજ્યના યુવાઓ માટે પોલીસ વિભાગમાં સેવા આપવા આ મોટી તક ગણાય છે.
ગુજરાત પોલીસ ભરતી 2025-26
ગુજરાત પોલીસ ભરતી 2025-26 જાહેર: PSI Cadre માટે 818 અને LRD માટે 12,733 જગ્યાઓ. શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા અને વિગતવાર માહિતી અહીં વાંચો.
PSI Cadre માં 818 જગ્યાઓ જાહેર
ગુજરાત પોલીસ PSI Cadre માટે GPRB/202526/1 નંબરની જાહેરાત બહાર પાડવામાં આવી છે. તેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે કુલ 818 જગ્યાઓ જાહેર થઈ છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની 659 જગ્યાઓ, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની 129 જગ્યાઓ અને જેલર ગ્રુપ 2ની 70 જગ્યાઓનો સમાવેશ થાય છે. ઉમેદવાર પાસે Bachelor’s Degree (સ્નાતક) હોવી આવશ્યક છે. પસંદગી પ્રક્રિયામાં પ્રિલિમ, મેઈન તથા શારિરિક પરીક્ષા સામેલ રહેશે.
Lokrakshak Cadre માં 12,620 જગ્યાઓ
ગુજરાત લોકરક્ષક (LRD) ભરતી 2025-26 લોકરક્ષક કેડર માટે GPRB/202526/1 નંબરની જાહેરાત બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત કુલ 12,733 જગ્યા જાહેર કરવામાં આવી છે. જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6942 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 2458 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF)ની 3002 જગ્યાઓ, જેલ સિપોઈ (પુરુષ)ની 300 જગ્યાઓ અને જેલ સિપોઈ (મહિલા/મેટ્રન) 31 જગ્યાઓનો સમાવેશ થાય છે.. આ ભરતી માટે 12 પાસ ઉમેદવારો અરજી કરી શકશે.
અરજી માત્ર OJAS Portal દ્વારા જ
અધિકૃત સૂચના અનુસાર તમામ ઉમેદવારોએ અરજી OJAS વેબસાઇટ ojas.gujarat.gov.in દ્વારા જ करनी પડશે. ઓફલાઇન ફોર્મ સ્વીકારવામાં નહીં આવે. ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ CONFIRM કરવું ફરજિયાત રહેશે, નહીંતર અરજી રદ ગણાશે. ભરતી અંગેની વિગતવાર જાહેરાત gprb.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.

ભરતી અંગેની સ્પર્ધા વધુ કઠોર થવાની શક્યતા
પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે PSI અને LRD બંને જગ્યાઓ માટે મોટી જાહેરાત આવતા રાજ્યના યુવાઓમાં ઉત્સાહ સાથે સામે ભારે સ્પર્ધા પણ જોવા મળશે. ખાસ કરીને PSI પોસ્ટ માટે ગ્રેજ્યુએટ ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી પસંદગી પ્રક્રિયા વધુ કઠોર બની શકે છે.
મહત્વપૂર્ણ સૂચનાઓ
ઉમેદવારોને જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે. PSI માટે ગ્રેજ્યુએટ અને LRD માટે 12 પાસ ફરજિયાત. ફોર્મની માહિતી સાચી ન હોવા પર અરજી રદ થઈ શકે. પરીક્ષાની તારીખ અલગથી જાહેર થશે.
Book Purchase now Click here
તારીખ:
૦૩/૧૨/૨૦૨૫ થી ૨૩/૧૨/૨૦૨૫ સુધી ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે ✨
12733 જગ્યાઓ પર પોલીસ ભરતી
858 જગ્યાઓ PSI
Apply online Click here
FAQs – ગુજરાત પોલીસ ભરતી 2025-26
પ્રશ્ન 1. ગુજરાત પોલીસ ભરતી 2025-26 કેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે?
જવાબ. કુલ 13,591 જગ્યાઓ માટે
પ્રશ્ન 2. PSI Cadre માં કેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
જવાબ. 818 જગ્યાઓ
પ્રશ્ન 3. Lokrakshak Cadre માં કેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે?
જવાબ. કુલ 12,620 જગ્યાઓ